Delhi Air Pollution: રાજધાની દિલ્હીની હવા વધુ બની ઝેરી, નાગરિકોને શું અપાયું સૂચન?

Continues below advertisement

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300 પોઈન્ટને વટાવી ગયો. સવારે આકાશમાં ધુમ્મસ છવાયું હતું અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. બીજી તરફ યમુના નદીમાં સતત બીજા દિવસે ઝેરી ફીણ જોવા મળી રહ્યું છે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે વધતી ઠંડીને કારણે દિલ્હી-NCRની હવાની ગુણવત્તા બગડી રહી છે. છેલ્લા બે દિવસથી પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે લોકોને ગળામાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થઈ રહી છે. તેની સાથે ત્વચા સંબંધિત બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે 18 ઓક્ટોબરે પ્રદૂષણને લઈને ઈમરજન્સી બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે કુલ 13 હોટસ્પોટ છે જ્યાં AQI 300ને પાર કરી ગયો છે. મંત્રીએ અધિકારીઓને જરૂરી પગલાં ભરવાની સૂચના આપી અને કહ્યું- પ્રદૂષણ આટલું કેમ વધી રહ્યું છે તેનું કારણ શોધો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram