'અત્યારના જે આંકડા છે તેના પર વિશ્વાસ મુકી શકાય એવું છે નહીં'
રાજ્યમાં કોરોના (corona) હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સતત બીજીવાર કોરોનાના કેસનો (corona cases) આંકડો ચાર હજારને પાર પહોંચી ગયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં (Gujarat) કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે.