ગુજરાતઃ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા ઓક્સિજનની જરૂરિયાત વધી, જુઓ વીડિયો
દિવાળી બાદ કોરોનાં કેસો વધતા મેડીકલ ઓક્સિજનની જરૂરિયાત પણ વધી છે. દિવાળી પહેલા રાજયની કોંવિડ હોસ્પિટલમા કોરોનાં દર્દીઓને ઓક્સિજનની દૈનિક જરૂરિયાત 129 મેટ્રીક ટન હતી જે દિવાળી બાદ કોરોનાના કેસો વધતા 192 મેટ્રીક જેટલી દૈનિક જરૂરિયાત પહોંચી છે. કોરોનાની શરૂઆત વખતે માર્ચ મહિનાથી ઓક્સિંજનના 30 જેટલા ઉત્પાદકો હતાં જે આજે વધીને રાજ્યમાં 66 ઉત્પાદકો થઇ ગયા છે.