Gujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાન
Continues below advertisement
ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીની એન્ટ્રી થઈ રહી છે.. રાજ્યના ચાર શહેરોનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું છે.. રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમરેલીમાં સૌથી નીચું 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે જ્યારે નલિયા અને ભાવનગરના મહુવામાં લઘુત્તમ તાપમાનનો પારો 17.5 ડિગ્રીએ પહોંચ્યો છે... આ તરફ વડોદરામાં પણ 17.6 ડિગ્રી લઘુત્તમ નોંધાયું છે.. હાલ વધારે ઠંડી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે જો કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સવારના સમય અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો ગુલાબી ઠંડી મહેસૂસ થઈ રહી છે. હાલ વધારે ઠંડી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે જો કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સવારના સમય અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો ગુલાબી ઠંડી મહેસૂસ થઈ રહી છે.
Continues below advertisement