Gujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેર

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તપામાનમાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. આ સિઝનમાં પ્રથમ વખત સોમવારે નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. હવામાન વિભાગે રાજ્યમાં કાતિલ ઠંડી વધવાની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ઠંડી વધવાની શક્યતા છે. જ્યારે આજે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચું જવાની શક્યતા છે.  આ સાથે હવામાન વિભાગે કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છના મુખ્યત્વે ભાવનગર અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળે તેવી સંભાવના છે. ઠંડીનો ચમકારો વહેલી સવારે અને સાંજે જોવા મળી રહ્યો છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola