Gujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માન
વિધાનસભામાં ગુજરાતી ફિલ્મના કલાકારોને આપવામાં આવ્યું આમંત્રણ. અનેક કલાકારોએ આપી હાજરી. જો કે જેની ચર્ચા થતી હતી તે વિક્રમ ઠાકોરની ગેરહાજરી. વિક્રમ ઠાકોરને બંને દિવસ માટે આમંત્રણ મળ્યું હતું. હિતુ કનોડિયાએ કહ્યું તેમના તરફથી નથી મળ્યું કન્ફર્મેશન. વિધાનસભની કામગીરી જોઈને કલાકારોએ વ્યક્ત કર્યો સંતોષ.
આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં તમામ કલાકારોને ગુજરાત વિધાનસભાની મુલાકાત અને સન્માન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફિલ્મ કલાકારો, અભિનેતા, અભિનેત્રી, પ્રોડ્યુસર તેમજ ફિલ્મ ઉપરાંત કલા, સંસ્કૃતિ, સંગીતકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતુ. અગાઉ કલાકારોને બોલાવાયા બાદ વિવાદ સર્જાયો હતો. ગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોર નારાજ થયા હતા. તેમજ ઠાકોર સમાજની અવગણનાના આરોપ લગાવ્યો હતો.
આજે વિધાનસભાની મુલાકાત માટે હીતુ કનોડિયા અને મોના થીબા પહોંચ્યા હતા.. સિદ્ધાર્થ રાંદેરિયા, વૈભવ ગાંધી સહિતના કલાકારો પહોંચ્યા હતા.. જો કે અગાઉ આમંત્રણને લઈને સવાલ ઉભા કરનાર વિક્રમ ઠાકોરને આમંત્રણ આપ્યું હોવા છતાં તેઓ પધાર્યા નહોતા..