Controversial Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદન
છેલ્લા 4 દિવસમાં દ્વારકાધીશ પર બીજો વિવાદ. સુરતના વેડરોડમાં આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળના નીલકંઠ ચરણ સ્વામીએ દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદન. દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને કરી હતી પ્રાર્થના..સ્વામીના બફાટનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ
સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી સનાતન ધર્મને નીચો બતાવવાનો વધુ એક હીન પ્રયાસ. સુરતથી નિલકંઠ ચરણ સ્વામીનો વીડિયો થયો વાયરલ. દ્વારકાધીશે નિવાસ માટે મહારાજને મંદિર બનાવવા પ્રાર્થના કર્યાનો દાવો. સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા ગુરુકુળનો વીડિયો થયો વાયરલ. વીડિયોમાં સ્વામી એવું કહેતા જોવા મળ્યા કે શ્રીકૃષ્ણ સચ્ચિદાનંદ સ્વામીની સાથે ચાલી રહ્યાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં 'દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,' દ્વારકા અંગે લખાયેલા વિવાદાસ્પદ લખાણનો વિરોધ ચાલી રહ્યો છે.