India’s biggest digital arrest scam: દેશમાં સૌથી મોટા ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા ગુજરાતી
ગાંધીનગરમાં એક ચોંકાવનારો ડિજિટલ ફ્રોડ કેસ સામે આવ્યો છે. એક સિનિયર સિટીઝન મહિલા ડોક્ટરને 3 મહિના સુધી 'ડિજિટલ અરેસ્ટ'માં રાખીને તેમની પાસેથી ₹19.24 કરોડ પડાવી લેવામાં આવ્યા છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ કેસ છે. ઠગોએ ખોટા પોલીસ અને સરકારી અધિકારીઓ બનીને, વિડિયો કૉલ્સ અને બનાવટી પત્રો દ્વારા મહિલાને ધમકાવી હતી. FEMA અને PMLA કાયદા હેઠળ ગુના દાખલ કરવાની ધમકી આપીને, તેમની પાસેથી ઘરેણાં, શેર, અને FD જેવી તમામ સંપત્તિ વેચાવીને 35 અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં પૈસા જમા કરાવવામાં આવ્યા હતા. આ કેસમાં એક આરોપી લાલજીભાઈ બલદાણિયાની ધરપકડ કરવામાં આવી છે, અને ફ્રોડનું કનેક્શન કંબોડિયાના કોલ સેન્ટરો સાથે હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.