ધાર્મિક અને અલ્પેશથી વિપરીત હાર્દિક પટેલે કોગ્રેસના ઉમેદવારોને આપ્યું સમર્થન, જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને પાસના વિવાદ વચ્ચે હાર્દિક પટેલે કોગ્રેસના ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. તેણે ફેસબુક પોસ્ટ કરી જણાવ્યું હતું કે, અહંકારી ભાજપને સબક શીખવાડીએ, કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતથી જીતાડીએ. તેણે કોગ્રેસના તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.