Harsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ

Continues below advertisement

ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ હોવાનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના નાગરિકને ભરોસો આપ્યો છે. સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગૌહત્યાના આરોપીઓને કડક સજા કરવામાં આવી રહી છે. ફક્ત ગૌહત્યારાઓને પકડવામાં જ નહીં.. તેને સજા કરવામાં પણ ગુજરાત અવ્વલ છે.. એક જ વર્ષમાં રાજ્યમાં 16 ગૌહત્યારાઓને સજા કરવામાં આવી છે. એટલુ જ નહીં.. ગુનેગારોને પકડીને ભુલ જવાનું કામ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું નથી . ગૌહત્યારાઓને પકડીને તેને સજા અપાવવાથી ગુનેગારોમાં ડર ઉભો થશે. 

અમદાવાદના પાલડીમાં આવેલું વિશ્વ હિન્દુ પરિષદનું કાર્યાલય હવે નવા મિશન અને નવા આકાર સાથે ઉભું થવા જઈ રહ્યું છે. જેનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે અનેક સંતો મહંતો અને રાજ્યના ગૃહપ્રધાન હર સંઘવી હાજર રહ્યા હતા અને આક્રમક તેવરમાં દેખાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram