ઓછા મેરિટ પર આયુર્વેદિક-હોમિયોપેથીક કોલેજોમા પ્રવેશને લઇ હાઇકોર્ટે શું કર્યો આદેશ?
આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજમાં ઓછા મેરિટ પર પ્રવેશ મેળવનારા માટે ગુજરાત હાઈકોર્ટે લાલબત્તી રૂપ હુકમ કર્યો છે. નીટની પરીક્ષામાં ઓછા પર્સેન્ટાઈલ અને ધોરણ 12માં ઓછા માર્કસ વાળા ઘણા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના નિર્ણયને હાઈકોર્ટે બહાલી આપી હતી. હાઈકોર્ટે અવલોકન કરી કહ્યું કે, ઓછા ભણતરવાળા કાચા-પાકા ડોકટર્સ તૈયાર થઈને તબીબી સેવા આપતા થાય તો એ સમાજ માટે ચિંતાનો વિષય બને.