Heavy Rain Foracast | આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી, કયા કયા જિલ્લાઓ ઘમરોળાશે
Continues below advertisement
ગુજરાતમાં વરસાદનું તાંડવ હજુ પણ થમી નથી રહ્યું, છેલ્લા 15-20 દિવસથી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગની વધુ એક મોટી આગાહી સામે આવી છે, જેમાં આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમા 12 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ પણ સપ્ટેમ્બરમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં કરવામાં આવી છે. તાજા અપડેટ પ્રમાણે, આજે ફરી એકવાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે. હાલમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના 12 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં આજે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં આજે સુર
Continues below advertisement