Heavy Rain Forecast: આજે અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | Abp Asmita | 13-7-2025
Heavy Rain Forecast: આજે અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | Abp Asmita | 13-7-2025
હવામાન વિભાગે રાજ્યમાં ફરી જોરદાર વરસાદના રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ફરી એકવાર મોનસૂન એક્ટિવ થશે. હવામાન વિભાગે 14થી 17 જુલાઇ વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસની સ્થિતિ વિશે વાત કરીએ તો સુરજગઢમાં મોનસૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરાઇ છે.આજે અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આજે મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં પણ મૂશળધાર વરસાદ વરસી શકે છે. અમરેલી, ભાવનગર, દેવભૂમી દ્વારકા, ગીરસોમનાથ, બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની સંભાવનાને જોતા હવામાન વિભાગે ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે સાબરકાંઠ, ખેડા, આણંદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.