Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા, ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ?
બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા. રવિવારથી શરૂ થયેલો વરસાદ સોમવારના સમયે પણ યથાવત રહ્યો. બનાસકાંઠાના સૂઈગામમાં સૌથી વધુ 16.14 ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદના પગલે ચારેકોર પાણી- પાણી થઈ ગયું. આ તરફ ભાભરમાં છેલ્લા ચોવીસ કલાકમાં 12.91 ઈંચ, વાવમાં 12.56 ઈંચ, થરાદમાં 11.73 ઈંચ અને દિયોદરમાં 6.69 ઈંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત દાંતા અને લાખણી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે જળબંબાકારના દ્રશ્યો સર્જાયા. મુખ્ય બજારોમાં તો નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા. અતિભારે વરસેલા વરસાદના કારણે ખેડૂતોનો મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા. અવિરત વરસાદના કારણે હવે ખેડૂતોને પાક નુકસાનની ચિંતા સાવી રહી છે.