Sabarkantha Rain : સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, જુઓ અહેવાલ

Continues below advertisement

Sabarkantha Rain : સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, જુઓ અહેવાલ

હિંમતનગર: રાજ્યમાં આજે પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.  સાબરકાંઠા શામળાજી હાઇવે પર સતત વરસાદ વરસી રહ્યો છે. હાઇવે પર અનરાધાર વરસાદથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.  

શામળાજી હાઈવે પર  ઝીરો વીઝીબીલીટી થઈ જતા હેડલાઈટ ચાલુ રાખી વાહન ચાલકો વાહન ચલાવવા મજબૂર બન્યા છે. હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.  સમગ્ર હાઇવે પર વરસાદ વરસતા વાહનચાલકો ધીમે વાહન ચલાવવા મજબૂર બન્યા છે.  હિંમતનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે.  અનેક ગામડાઓમાં સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે.  છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola