Rajkot BJP Leaders Join AAP : રાજકોટ ભાજપમાં મોટું ભંગાણ, કોણ કોણ જોડાયું આપમાં?

Continues below advertisement

Rajkot BJP Leaders Join AAP : રાજકોટ ભાજપમાં મોટું ભંગાણ, કોણ કોણ જોડાયું આપમાં? 

રાજકોટ: રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ઘણા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.  રાજકોટમાં ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં શહેર અને જિલ્લાના અનેક આગેવાનો જોડાયા છે.  નરેન્દ્ર રાઠોડ, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય,ભાજપ, રમેશ હાપલીયા  તાલુકા પૂર્વ પ્રમુખ, ભાજપ કિસાનસંઘ, ભીખા મેઘાણી, પૂર્વ સરપંચ,મોટા મવા, ખોડાભાઈ સોલંકી,કારોબારી સભ્ય,કોટડા, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં 12ના મહિલા કોર્પોરેટરના પતિ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દ્વિજેન પટેલ, વોર્ડ 11 પ્રભારી ભાજપ  તેઓ આપમાં જોડાયા છે. 

ભાજપ કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.  AAPના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ તમામ લોકોને  ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. મૌલિક દેલવાડિયાએ કહ્યું, ભાજપમાં જૂના કાર્યકરોની અવગણના થાય છે. મારા પત્ની ભાજપના કોર્પોરેટર છે. અમારા ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ સ્થાનિકોના પ્રશ્નો પણ નથી સાંભળ્યા. પૂર્વ પ્રમુખ મુકેશ દોશીને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. ભાજપનો આંતરિક જૂથવાદ પક્ષ પલટામાં પરીણમ્યો છે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપને આ મોટો ઝટકો લાગ્યો છે.  

ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ આમ આદમી પાર્ટીમાં જોડાયા

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં 12ના મહિલા કોર્પોરેટરના પતિ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાજપ કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવી પક્ષમાં તેમનું સ્વાગત કર્યું.

ફેબ્રુઆરી મહિનામાં યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ

ગુજરાત રાજ્યમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓ ની બેઠકોના રોટેશન જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે મહત્ત્વની વાત એ છે કે, નવી મહાનગરપાલિકાઓ સહિત કુલ 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતનો અમલ કરવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ બેઠકોની ફાળવણીની યાદી બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) માં કુલ 192 બેઠકો માંથી 50 ટકા અનામત મુજબ 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે પછાત વર્ગ માટે 52 બેઠકો અનામત રખાઈ છે. નવી રચાયેલી મહાપાલિકાઓના રોટેશન હજી જાહેર થવાના બાકી છે.                    

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola