Junagadh Unseasonal Rains: જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર બરબાદીનો વરસાદ
Junagadh Unseasonal Rains: જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર બરબાદીનો વરસાદ
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. બપોર બાદ અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો.. આઝાદ ચોક, મજેવડી ગેટ, રેલવે સ્ટેશન વિસ્તાર, જોશીપુરા, ઝાંઝરડા ચોકડી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદથી શહેરના જોશીપુરા વિસ્તારની શુભમંગલ એપાર્ટમેન્ટ અને ઠાકરશી નગરમાં રસ્તાઓ પર પાણી ભરાતા રહિશોને મુશ્કેલી વેઠવી પડી. ગિરનાર પર્વત પર પણ વરસાદી ઝાપટુ વરસતા અષાઢી માહોલ જેવા દ્રશ્યો સર્જાયા. જૂનાગઢ શહેરી સાથે જિલ્લાના ભેંસાણ,માંગરોળ, વિસાવદર, બીલખા,માળીયા હાટીનામાં પણ વરસ્યો વરસાદ.. માંગરોળના ટાવર ચોક, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને લીધે મગ, તલ, બાજરી સહિતના પાકને ભારે નુકસાન થયું.
Tags :
Junagadh Unseasonal Rains