Gujarat Rain | ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ, સુરત-તાપી અને નવસારીમાં વરસાદ
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ. મોડાસાના ગ્રામીણ પંથકમાં વરસાદી માહોલ. એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ. વરથું, ઈસરોલ, ઉમેદપુર પંથકમાં વરસાદ. વરસાદ પડતાં ખેડૂતોના પાક ને જીવનદાન મળ્યું. મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં વરસાદી માહોલ. બાલાસિનોર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં શરૂ થયો વરસાદ. વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ. દિવસ પર ગરમી અને બફારા બાદ શરૂ થયો વરસાદ.
હવામાન વિભાગના (Meteorological Department) અનુમાન મુજબ રાજ્યભરમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ( rain) શક્યતા છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્ય વરસાદ (rain) વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર દિવસોમાં ગુજરાતમાં વરસાદનું (rain)જોર ઓછું થઇ શકે છે. હાલ બંગાળીમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી દિવસમાં રાજ્યમાં મેઘરાજા વિરામ લઇ શકે છે. જો કે ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે.