Narmada Dam | નર્મદા ડેમમાંથી છોડાયું પાણી, નદીકાંઠાના ગામો એલર્ટ પર

Continues below advertisement

Narmada Dam | નર્મદા બંધમાં સતત પાણીની આવકના પગલે નર્મદા બંધના 9 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે આજે પાણીની આવકમાં ઘટાડો થયો છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર સપાટી 134.45 મીટર પર પહોંચી,ઉપરવાસમાંથી 2,66,120 ક્યુસેક પાણીની આવક,નર્મદા ડેમમાં 3929 mcm લાઈવ સ્ટોરેજ પાણી નર્મદા ડેમ 82 ટકા ભરાયો,રિવરબેડ પાવરહાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.કેનાલ હેડ પાવરહાઉસમાંથી 9,644 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.નર્મદા ડેમ માંથી કુલ 52,976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે મહત્તમ સપાટી થી નર્મદા ડેમ હવે માત્ર 4 મીટર દૂર છે. 

ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નર્મદા ડેમ (સરદાર સરોવર) માં પાણી ની ભારે આવકને લઈ નર્મદા નદી કાંઠા વિસ્તાર માં આવતા તમામ ગામડાઓ ને તંત્ર દ્રારા  એલર્ટ કરાયા. વડોદરાના શિનોર , કરજણ તાલુકા માંથી પસાર થતી નર્મદા નદીના કિનારાના 23 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયાં. શિનોર તાલુકાના 11 ગામો જ્યારે કરજણ તાલુકાના 13 ગામોને એલર્ટ કરાયા... નર્મદા ડેમમાંથી 3.20 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાને લઈ નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવતા ગામડાઓ ને એલર્ટ કરાયા... નદીના પટમાં ન જવા તંત્રએ લોકોને અપીલ કરી... વડોદરાના શિનોર, કરજણ તાલુકા ના મામલતદાર મુકેશ શાહ સહિત વહીવટી તંત્ર લાગ્યું કામે...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram