KUTCH RIAN | કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ, રસ્તા-ઘરોમાં પાણી; બાંડિયારા ગામે કરા સાથે વરસાદ

Kutch Rain | કચ્છના નખત્રાણામાં પણ મોડી રાતથી વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ. વરસાદના કારણે નખત્રાણાનો એક રસ્તો થયા બંધ. નખત્રાણા-લખપત રાજ્ય ધોરીમાર્ગ પર મથલ ગામ પાસે નદીના ડાયવર્ઝન પર પાણી ફરી ફરી વળતા રાજ્ય ધોરીમાર્ગ સવારથી બંધ. રાજ્ય ધોરીમાર્ગ સવારથી બંધ થતાં લોકોને હાલાકી. અબડાસાનો કંકાવટી ડેમ થયો ઓવરફ્લો. મધ્ય સિંચાઈનો ડેમ થયો ઓવરફ્લો. ખેતી માટે બહુ ઉપયોગી ડેમ ઓગની ગયો. ભારે વરસાદના પગલે આજે સવારના ડેમ ઓવરફ્લો થયો.

આ સિવાય બાંડિરા ગામે કરા સાથે વરસાદ ખાબક્યો હતો. કચ્છ ઉપરાંત આજે સવારથી સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યાએ વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં વરસાદે લોકોની ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધીમાં પૂરને કારણે અનેક રસ્તા બંધ હાલતમાં છે. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola