Basnakantha Rains: અંબાજીમાં જોરદાર વરસાદી ઝાપટું વરસતા બજારમાં વહેતું થયું પાણી
ભર ઉનાળે શક્તિપીઠ અંબાજી અને આસપાસના વિસ્તારોમાં આજે અચાનક કમોસમી વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટાને કારણે મેઘમહેર થતા બજારોમાં પાણી વહેતું જોવા મળ્યું હતું, અને ઉનાળાની આકરી ગરમીથી લોકોને મોટી રાહત મળી હતી. આજે અંબાજી પંથકમાં ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે આ વરસાદે અષાઢી માહોલનો અનુભવ કરાવ્યો હતો. શક્તિપીઠ અંબાજી અને તેના આસપાસના વિસ્તારોમાં આજે (૨૫ મે, ૨૦૨૫) બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.
ધોમધખતા ઉનાળામાં અષાઢી માહોલનો અનુભવ કરાવતા આ વરસાદને કારણે બજારોમાં પાણી વહેતું જોવા મળ્યું હતું. આજે અંબાજી પંથકમાં ૪૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું, ત્યારે અચાનક આવેલી મેઘમહેરથી લોકોને આકરી ગરમીમાંથી મોટી રાહત મળી હતી.
Tags :
Ambaji Rain