હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં MBBS કૌભાંડ બાદ વેબસાઇટ પરથી જૂના પરિણામો હટાવાયા, ઉઠ્યા અનેક સવાલો
પાટણ યુનિવર્સિટીમાંથી (Hemchandracharya North Gujarat University) એક બાદ એક કૌભાંડો બહાર આવતાં ઓનલાઇન મુકેલા વર્ષ 2020 સિવાયના જૂનાં તમામ પરિણામો હટાવી લેવાયાં છે. યુનિવર્સિટીની વેબસાઇટ (Website) પરથી જૂના તમામ પરીણામો હટાવી લેવાયા છે. વર્ષ ૨૦૨૦ સિવાયના તમામ પરીણામો (Result ) વેબસાઇટ પરથી હટાવતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.