ABP News

Narmada News: કેવડીયામાં હાઈવોલ્ટેજ ડ્રામા, ગણપત તડવી નામનો શખ્સ વળતર ન ચૂકવાતા વીજ પોલ પર ચડી ગયો

Continues below advertisement

નર્મદાના કેવડીયામાં હાઈવોલ્ટેજ ડ્રામા યોજાયો. વિસ્તાર હતો ગોરા પુલ નજીક.. જ્યાં ગણપત તડવી નામનો વ્યક્તિ પોતાની અલગ અલગ માગ સાથે હાઈટેન્શન વીજ લાઈનના ઊંચા પોલ પર ચઢી ગયો. જરા જુઓ. આ દ્રશ્યો.. ગણપત તડવીનો આરોપ છે કે તેને જમીનના બદલામાં જમીન નથી આપી.. એટલુ જ નહીં. પુરેપુરૂ વળતર પણ ચૂકવવામાં નથી આવ્યુ. બસ એ જ વાતને લઈને ગણપત તડવી ઊંચા વીજ પોલ પર ચઢી ગયો. ગણપત તડવીના અનોખા વિરોધને લઈ SDM અને PIને દોડી આવવું પડ્યું. આખરે 2 કલાકની સમજાવટ બાદ ગણપત તડવી હાઈટેન્શન લાઈનના પોલ પરથી નીચે ઉતર્યો. ગણપત તડવીને તેના 90 થી 95 લાખ રૂપિયા આપવાની પ્રશાસને બાંહેધરી મળતા તે નીચે ઉતર્યા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram