HNGUએ ઓનલાઈન પરીક્ષાને લઈને જાહેર કરેલો વિવાદાસ્પદ પરીપત્ર કર્યો રદ્દ, જુઓ વીડિયો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા બાબતે બહાર પાડેલા પરિપત્રમાં એક નોંધને લઈ વિવાદ થતા અંતે યુનિવર્સિટીએ પરિપત્રને રદ કર્યો છે. 24 ડીસેમ્બરે યુનિવર્સિટીએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં એક નોંધ કરવામા આવી હતી કે, ઓનલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીનું પરિણામ કોઈ સંસ્થા માન્ય ના ગણે તો તેના માટે યુનિવર્સિટી જવાબદાર રહેશે નહીં. નામાંકિત યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી જવાબદારી ખંખેરવાના પ્રયાસની વિદ્યાર્થી વર્ગમાં ભારે ટીકા થઈ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola