Ambalal Patel on Gujarat Monsoon : આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે?, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે પવન અને આંધીની આગાહી કરવામાં આવી છે. હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં ત્રણ દિવસ ભારે પવન સાથે છૂટ્ટા છવાયા સ્થળે વરસાદી ઝાપટા વરસી શકે છે. આ સમય દરમિયાન પવનની ગતિ 20થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે.
આ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. 10થી 12 જુન વચ્ચે મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 12થી 15 જુન વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસી શકે છે.. 18 જુન બાદ બંગાળના ઉપસાગરમાં એક મજબુત સિસ્ટમ બનશે.. જેનાથી 21થી 23 જુન વચ્ચે રાજ્યમાં અને 13 જુનથી 15 જુન વચ્ચે દેશના મોટાભાગના વિસ્તારોમાં પુર આવે તેવો વરસાદ વરસી શકે છે.. પૂર્વ મધ્ય પ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે..