'Operation Shield' mock drill : ગુજરાતમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ


ઓપરેશન શિલ્ડ હેઠળ રાજ્યના અલગ અલગ જિલ્લામાં યોજાઈ મોકડ્રિલ.. અમદાવાદના સરદાર નગર સદર બજાર વિસ્તારમાં મોકડ્રિલ યોજાઈ. જેમાં NCC,ભારતીય સેના, NDRF,સિવિલ ડિફેન્સ સહિત સ્થાનિક પ્રશાસન આ મોકડ્રિલમાં જોડાઈ હતી. યુદ્ધ જેવી સ્થિતિ સમયે લોકોને કઈ રીતે સુરક્ષિત રાખવા સહિતના આઠ મુદ્દાઓને લઈને મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતુ.  

આ તરફ સુરત સહિત જિલ્લાના 11 જેટલા અલગ અલગ સ્થળો પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું.. સુરતના સહારા દરવાજા સ્થિત ગ્લોબલ માર્કેટમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતુ.. મોકડ્રિલમાં સ્થાનિક સુરક્ષા એજન્સીઓ જોડાય હતી. એટલુ જ નહીં.. રાત્રીના આઠથી સાડા આઠ વાગ્યા દરમિયાન બ્લેક આઉટ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.. બ્લેક આઉટ સમયે લોકોને ઘરની લાઈટો જ્યારે પ્રશાસનને શહેરની સ્ટ્રીટ લાઈટો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. 

મહેસાણાના ONGC ગ્રાઉન્ડ પર યોજાઈ મોકડ્રિલ..  ONGC ગ્રાઉન્ટ પર સ્થાનિક પોલીસ, આરોગ્ય અને ફાયર વિભાગની ટીમે ડ્રોન હુમલા થાય ત્યારે કેવા પ્રકારની કામગીરી કરવી.. કેવી રીતે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તે અંગે તાલિમ આપતી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યુ. 

ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટ પર ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું.. ડ્રોન હુમલા બાદ પ્રશાસને કેવી રીતે રેસ્ક્યુ સહિતની કામગીરી કરી તે અંગે મોકડ્રિલ યોજવામાં આવી.. આ મોકડ્રિલમાં ફાયર, પોલીસ, એમ્બ્યુલન્સ સહિતની ટીમોએ રેસ્ક્યુ કરવાની કામગીરી અંગે તાલિમ મેળવી. 

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક ડી માર્ટ મોલમાં યોજાઈ મોકડ્રિલ.. આ મોકડ્રિલમાં કલેક્ટર અનિલ રાણા વસીયા, મહાનગરપાલિકા કમિશનર ઓમ પ્રકાશ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.. 

દ્વારકામાં પણ એરફોર્સ નજીક મોકડ્રિલ યોજાઈ.. હવાઈ હુમલા સમયે કેવી રીતે કામગીરી કરવી તે અંગે પાલિકાના ફાયર રેસ્ક્યુ ટીમો, પોલીસ જવાનો, કોસ્ટગાર્ડ અને વહીવટી પ્રશાસને મોકડ્રિલ યોજી.. જેમાં માત્ર દસ મિનિટમાં આગ બુજાવી ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરાવવાની અને અન્ય નાગરિકોને આશ્રય સ્થાનો સુધી પહોંચાડવાની તાલિમ આપવામાં આવી.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola