'સરકારે પોતાની વ્યવસ્થા પુરી કરી હોત તો દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ન જાત '
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 94 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચી ગયો છે.