પાટણમાં જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર, અન્ય એક અધિકારી 40 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2021 05:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણના સમી તાલુકામા બોયઝ હોસ્ટેલ તેમજ ગર્લ્સ હોસ્ટેલ બાંધકામ કરનાર કોન્ટ્રાકટર પાસેથી કામ પૂર્ણ થતાં 1 ટકા લેખે રૂ. 40 હજારની લાંચની રકમ માગતા સરકારી અધિકારીઓ પકડાયા હતા. સમગ્ર શિક્ષા અભિયાન કચેરી પાટણના ડિસ્ટ્રિક્ટ પ્રોજેકટ ઓફિસર વિપુલ પટેલ તેમજ ટેક્નિકલ રિસોર્સ પર્સન વિનોદ ગોરે કોન્ટ્રાકટર પાસે કામ પૂર્ણ થતાં રૂ. 40 હજારની લાંચની માગણી કરતા ફરિયાદીએ ACBમા ફરિયાદ કરતા બંન્ને આરોપીને ACBએ ડિટેન કર્યા હતા.