છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 1515 કેસ નોંધાયા, જુઓ વીડિયો
ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો હતો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા એક હજાર 515 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 1 લાખ 95 હજાર 917 લોકો કોરોનાગ્રસ્ત થઇ ચૂક્યા છે. રાજ્યમાં હાલમાં 13 હજાર 285 લોકો સારવાર હેઠળ છે જે પૈકી 95 લોકો વેંટીલેટર પર છે. અત્યાર સુધીમાં એક લાખ 78 હજાર 786 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 3 હજાર 846 લોકોના કોરોનાથી મોત થયા છે.