Gujarat Rains | આગામી 3 કલાક 'ભારે', ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Continues below advertisement

હવામાન વિભાગે આજે જારી કરેલા નાઉકાસ્ટમાં આગામી ત્રણ કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે.

બીજી તરફ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના આ અનુમાનને ધ્યાનમાં રાખીને, નાગરિકોને સાવચેતી રાખવાની અને આવશ્યક સલામતી પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.

નવરાત્રીના છેલ્લા દિવસોમાં આ વરસાદ ઉત્સવના માહોલમાં ભંગ પાડી શકે છે. જો કે, રાજ્યમાં નવસારી સુધી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, હાલમાં કમોસમી વરસાદની સંભાવના છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram