Weather Forecast | નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ: હવામાન વિભાગની મોટી આગાહી
નવરાત્રીના છેલ્લા દિવસોમાં આ વરસાદ ઉત્સવના માહોલમાં ભંગ પાડી શકે છે. જો કે, રાજ્યમાં નવસારી સુધી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, હાલમાં કમોસમી વરસાદની સંભાવના છે.
અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ રહેશે. આ સિસ્ટમને લીધે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હજુ ચોમાસાએ નથી લીધી વિદાય... સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારે વરસાદ...' હવામાન વિભાગના અનુસાર, અરબી સમુદ્રમાં બની છે એક વરસાદી સિસ્ટમ... જેને લઈ ચાર દિવસ વરસશે ભારે વરસાદ. આજે નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની કરાઈ આગાહી. તો આવતીકાલે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની કરાઈ છે આગાહી. 12 ઓક્ટોબરે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની કરાઈ છે આગાહી. 13 ઓક્ટોબરે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની કરાઈ છે આગાહી. હવામાન વિભાગના મતે, ભારે પવન સાથે વરસાદ વરસશે. જેને લઈ તાપમાનમાં 4 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. જો કે, બાદમાં ફરી તાપમાનમાં વધારો થશે...ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 138 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.હવામાન વિભાગના અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતાં 75 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.