Video: આ ગુજરાતી ક્રિકેટરે કર્યા લગ્ન, પરિવારજનો સાથે વરઘોડામાં કર્યો ડાન્સ
ટીમ ઈન્ડિયાના ખેલાડી જયદેવ ઉનડકટ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે પોતાની મંગેતર રિની સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. કપલે આ ફંક્શન એકદમ પ્રાઇવેટ રાખ્યું હતું.જેમાં માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની ટીમના કેટલાક ખેલાડીઓએ સંગીત સેરેમનીના ફોટોઝ શેર કર્યા હતા.