Morbi Audio Viral: ચૂંટણી પહેલા મોરબી જીલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર

ચૂંટણી પહેલા મોરબી જીલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રમેશ રબારીને સસ્પેન્ડ કરતા મામલો ગરમાયો. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા અને મહામંત્રી રમેશ રબારીની ઓડિયો ક્લીપ વાઈરલ થઈ. જેમાં મહામંત્રી રમેશ રબારીને પક્ષ વિરોધી પ્રવુતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે. આ સાથે જ  જમીન સંબધિત વાતમાં પીછેહટ કરવાની થઇ રહી છે વાતચીત. ઓડિયો ક્લીપમાં રમેશ રબારી જિ.કોંગ્રેસ પ્રમુખ પર લગાવી રહ્યા છે ગંભીર આરોપો. આ સાથે જ રમેશ રબારીએ વીડિયો જાહેર કરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર આરોપ લગાવ્યા.. જેમાં તેઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાના પત્ની ભાજપ સાથે સંકળાયેલા હોવાનું કહી રહ્યા છે. પ્રસંગોમાં પણ ભાજપના બોર્ડ વાળી ગાડીમાં કિશોર ચીખલીયા હોવાનો આરોપ લગાવ્યો. તો સામે કિશોરભાઈ ચિખલીયાનું કહેવું છે કે સિનિયર આગેવાનોએ ફરિયાદ કરતા સસ્પેન્ડ કરાયા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola