ખ્યાતનામ કથાકાર જીગ્નેશ દાદાની તબિયત ખરાબ, બ્રાહ્મણોએ શરૂ કર્યા મહા મૃત્યુંજય મંત્રનો જાપ
કોરોનાના સંક્રમણના કેસોમાં થતા વધારા વચ્ચે જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદા પણ કોરોનાનો ભોગ બન્યા છે.હાલ સુરત ખાતે જીજ્ઞેશ દાદાની સારવાર કરાઈ રહી છે. કથાકાર જીજ્ઞેશ દાદાનું સ્વાસ્થ્ય ખરકાબ હોવાના સમાચાર પ્રસરતાં તેમની તબિયતના સમાચાર પૂછવા માટે પ્રસંશકો એકબીજાને ફોન કરી રહ્યા છે.જીજ્ઞેશ દાદાનું સ્વાસ્થ્ય સારું થાય અને તેમને કંઈ ના થાય એ માટે મહામૃત્યુંજય મંત્રના જપ પણ શરૂ કરવામાં આવ્યા હતા. સાવરકુંડલા અને આસપાસના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સાવરકુંડલા ખાતે જપ શરૂ કરાયા હતા.