ABP News

Nitin Gadkari: જે કરશે જાતિની વાત, તેને મારીશ જોરથી લાત..: આ શું બોલી ગયા નીતિન ગડકરી?

Continues below advertisement

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા છે. નાગપુરમાં એક લઘુમતી સંસ્થાના દીક્ષાંત સમારોહમાં હાજરી આપતી વખતે નીતિન ગડકરીએ જાતિ અને ધર્મ વિશે વાત કરનારાઓ સામે કડક વલણ દાખવ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, "જે કરશે જાતિની વાત તેને મારીશ જોરથી લાત."

આ કાર્યક્રમમાં ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ જાહેરમાં ધર્મ અને જાતિ વિશે કોઈ વાત કરતા નથી. તેમના માટે સૌથી ઉપર સમાજ સેવા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભલે તેઓ ચૂંટણી હારી જાય કે મંત્રીપદ ગુમાવી દે, તેઓ આ સિદ્ધાંત પર હંમેશા અડગ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે જો તેમને મંત્રીપદ નહીં મળે તો તેનાથી તેમનું જીવન અટકી નહીં જાય.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram