જૂનાગઢ જિલ્લા ભાજપમાં ભંગાણ, પૂર્વ મહામંત્રી નીતિન ફળદુએ નારાજગી સાથે આપ્યું રાજીનામું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ જૂનાગઢમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. પૂર્વ મહામંત્રી નીતિન ફળદુએ રાજીનામું આપી દીધું છે.પક્ષ પલટું કરીને આવતા નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી નીતિન ફળદુએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. જવાહર ચાવડાને ભાજપમાં લઈ મોટું પાપ કર્યું હોવાનો આરોપ પણ નીતિન ફળદુએ લગાવ્યો હતો.