
Junagadh Corporation Result 2025 : કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, જુઓ શું છે સમગ્ર મામલો?
Junagadh Corporation Result 2025 : કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, જુઓ શું છે સમગ્ર મામલો?
Local Body Election Result 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની શાનદાર જીત થઈ છે. જૂનાગઢમાં મતગણતરી વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે.
જીતેલા ઉમેદવારોના વિજય સરઘસ પર પથ્થરમારો
જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં કૉંગ્રેસના વિજેતા ઉમેદવારોનું સરઘસ નિકળ્યું હતું. ચિતાખાના પાસે જીતેલા ઉમેદવારોનું વિજય સરઘસ નિકળ્યું હતું. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારની ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિજય સરઘસમાં ઘર્ષણ થયું હતું. પોલીસને ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા. એકથી બે લોકોને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.