Junagadh Farmers Protest | જૂનાગઢમાં ટીપી સ્કીમ રદ્દ કરવાની માંગ સાથે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
Junagadh Farmers Protest | જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ટીપી સ્કીમ રદ કરવાની માંગણીને લઈ છેલ્લા ઘણા સમયથી લડત કરવામાં આવી રહી છે.. જે અંતર્ગત આજે જુડા કચેરી ખાતે ફરી એક વખત કિસાન સંઘ અને ખેડૂઓ દ્વારા ધરણા યોજી વિરોધ દર્શવવામા આવ્યો હતો..અહીં ટી પી હટાઓ ખેતી બચાવો ના બેનર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.. નવી ટી પી સ્કીમ રદ્દ કરવા ખેડૂતોએ સુત્રોચાર પણ કર્યા હતા.. મહત્વનું છે કે શહેરી વિકાસ સત્તા મંડળ જૂનાગઢ દ્વારા નવી ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી છે,, જેમાં ખેડૂતોની 40% જમીન કપાત થઈ રહી છે...આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં ઝાંઝરડા ગામ,, સુખપૂર ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહેલ છે...આજના વિરોધ બાદ તંત્રના અધિકારીઓ સાથે ભારતીય કિસાન સંઘના આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં કિસાન સંઘની માંગણી મુજબ ખેડૂતો જે વાંધા રજૂ કરે તેને ઓનલાઈન કરી અને સરકાર સુધી પહોંચાડવા જુડા કચેરીએ સહમતિ દર્શાવી...તંત્ર દ્વારા ડેટા સરકાર સુધી પહોચાડવાની ખાતરી આપતા ધરણા પૂર્ણ કરાયા હતા.