Junagadh| આજથી સિંહ દર્શન શરૂ, પ્રવાસીઓની જીપ્સીને લીલી ઝંડી બતાવીને અપાયો જંગલમાં પ્રવેશ

Continues below advertisement

 ગુજરાતમાં આજથી ફરી એકવાર સિંહ દર્શનની શરૂઆત થઇ રહી છે. ગુજરાત અને દેશભરના પ્રવાસીઓ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે, ચાર મહિના બાદ ફરીથી જુનાગઢના સાસણ ગીરમાં આજથી સિંહ દર્શન શરૂ થયુ છે. લાખોની સંખ્યામાં ફરી એકવાર પ્રવાસીઓ ઉમટી પડશે.

જુનાગઢમાં આવેલું સાસણગીર એશિયાટીક સિંહોનું ઘર છે, ગુજરાતના જાણીતા નેશનલ પાર્ક સાસણ ગીર આજથી પ્રવાસીઓ માટે ખુલી ગયુ છે. ચોમાસાની સિઝન મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ના પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન હતુ જે આજે પુરુ થઇ રહ્યું છે. સાસણ ગીરમાં સિંહ દર્શન માટે આજે વન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને જીપ્સીમાં લીલી ઝંડી બતાવીને જંગલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram