Geniben Thakor | વાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને લઈને ગેનીબેનનો સૌથી મોટા ખુલાસો|Vav Bypol Election

Continues below advertisement

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે, ગઇકાલે કેન્દ્રીય ચૂંટણી પંચે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક માટે પણ શિડ્યૂલ જાહેર કરી દીધુ હતુ. આગામી 13મી નવેમ્બરે વાવ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાશે. આ પેટા ચૂંટણીને લઇને હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઇ રહી છે. ખાસ વાત છે કે, અહીં પહેલા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની વિધાનસભામાં જીત થઇ હતી, આ પછી બનાસકાંઠા લોકસભા જીતતા ગેનીબેન વાવ બેઠક પરથી રાજીનામુ આપી દીધુ હતુ. 

કોંગ્રેસના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વાવ બેઠક અને કોંગ્રેસની રણનીતિ અંગે મોટો ખુલાસો કર્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોરે આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કરતાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઠાકોર સમાજના ઉમેદવારને ટિકીટ નહીં આપે. આ બાબતે પહેલાથી જ વાટાઘાટો થઇ ચૂકી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram