Junagadh: મેન્ટેનન્સ કામગીરીને લઈ ગિરનાર રોપવે 20 જુન સુધીબંધ રાખવાનો નિર્ણય લેવાયો

Continues below advertisement

જૂનાગઢ ગિરનાર પરના રોપ-વેની મેન્ટેનન્સ કામગીરી ચાલતી હોય જેને લઇને રોપ-વે આગામી તા11 જૂનથી 20 જૂન સુધી એટલે કે 10 દિવસ બંધ રહેશે.ગિરનાર રોપ-વે સંભાળતી ઉષા બ્રેકો.લી.ના રેસિડેન્ટ મેનેજરના પત્ર મુજબ ગિરનાર રોપ-વે મેન્ટેનન્સના કારણે બંધ રહેશે.આ દરમિયાન પ્રવાસીઓએ રોપ-વેની મુલાકાત ન લેવા અધિકારીએ જણાવ્યું છે દર વર્ષે સૌથી લાંબા અને ઉંચા રોપ-વે નું મેન્ટેનન્સ કરવામાં આવે છે.

જૂનાગઢના ગિરનારમાં કયારેક પવની ગતિ વધારે હોય છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. ઉલ્લેખનિય છે કે, ખાસ કરીને ગિરનાર શિખર પર 50-54 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. તીવ્ર ગતિના પવનમાં રોપ વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram