જૂનાગઢઃ સાસણ ગીર સફારી પાર્કમાં આજથી સિંહ દર્શન શરૂ, જુઓ વીડિયો
જૂનાગઢમાં આજ થી સાસણ ગીર સફારી પાર્ક શરૂ થશે. કોરોના કાળ દરમિયાન બંધ કરવામાં આવેલ ગીર સફારી પાર્ક આજથી પ્રવાસીઓથી ધમધમતું થશે. સિંહ દર્શન માટે દસ વર્ષથી નાના બાળકો અને ૬૫ વર્ષથી ઉપરનાને એન્ટ્રી આપવામાં આવશે નહીં. પ્રવાસીઓને કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે.