બોલીવુડના ક્યા સુપરસ્ટારની લકઝુરીયસ કારને બાઈકે મારી ટક્કર ? જુઓ વીડિયો
બોલીવુડ અભિનેતા રણવીર સિંહ(Ranveer singh)નો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વાસ્તવમાં રણવીર સિંહની કારને અકસ્માત (Car accident ) નડ્યો હતો. એક બાઇક સવારે રણવીર સિંહની કારને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ રણવીર સિંહ પોતાની કારમાંથી બહાર આવ્યો હતો અને કારને કેટલું નુકસાન થયું છે તે જોવા માટે નીચે ઉતર્યો હતો. બાદમાં તે પાછો પોતાની કારમાં જઇને બેસી જાય છે. વીડિયો મુંબઇના બાંદ્રા વિસ્તારનો છે, જ્યાં અકસ્માત થયો હતો. દરમિયાન લોકો રણવીરને જોઇને એકઠા થવા લાગે છે.