Kanubhai Kalsariya | કનુભાઈ કળસરીયાએ કેમ ભાજપમાં જોડાવાનો કરી દીધો ઇનકાર?
Continues below advertisement
Kanubhai Kalsariya | ભાવનગર તળાજા તાલુકાના મણાર ગામે મળેલ ખેડૂતોની જાહેર સભામાં કનુભાઈ કળસરિયાએ કર્યો ખુલાસો. લાંબા સમય થી કનુભાઈ કળસરિયા ની ભાજપમાં જોડાવાની ચાલી રહેલ ચર્ચા ઉપર કનુભાઈ એ નિવેદન આપી પૂર્ણ વિરામ મુક્યો. કનુભાઈએ જણાવ્યું કે લોકો એ મને ભાજપ માં જોડાવવા ખૂબ કહ્યું પણ ભાજપ માં જોડાવવા માટે મારુ મન માનતું નથી માન્યું નથી અને માનશે પણ નહીં. કોઈ મોહ માં પડી ને શું કરવું જો આ પાર્ટી માં જઈ ખેડૂતો નું હીત થતું હોય તો જાઉં પણ આ પાર્ટી ની વાત મને ગળે ના ઉતરતા મેં ભાજપ માં જવાનું માંડી વળ્યું.
Continues below advertisement