Kheda: મહુધાના ચુણેલમાં વાંસ પ્રોજેક્ટ કૌભાંડ, 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ

ખેડા જીલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામમાં વર્ષ 2012 માં જરૂરિયાતમંદ શ્રમિકોને રોજગારી પૂરી પાડવાના હેતુથી સરકાર દ્વારા રૂ.17.63 લાખના ખર્ચે વાંસ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો.જે પ્રોજેકટને ભ્રષ્ટાચારીઓએ અજગરી ભરડો લેતાં પ્રોજેકટનો કોઈ હેતુ સર્યો નહોતો અને કૌભાંડીઓએ રૂપિયા બારોબાર વગે કરી દીધા હતા.જેને લઈ રજૂઆતો થતા તપાસ બાદ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાજેતરમાં સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા 10 જેટલા કૌભાંડીઓ વિરૂદ્ધ પોલિસ ફરિયાદ દાખલ કરી નાણા વસુલાત કરવા સહિતની કાર્યવાહી કરવા બીજી વખત હુકમ કરવામાં આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola