Kheda Group Clash | ખેડામાં જૂથ અથડામણમાં અત્યાર સુધીમાં શું શું બન્યું?, જુઓ આ અહેવાલમાં

 

ખેડાથી જ્યાં કઠલાલમાં બે જૂથ વચ્ચે મોડી રાત્રે અથડામણની ઘટના બની, જેને લઈ પોલીસ દોડતી થઈ છે. ખોખરવાળા વિસ્તારમાં બાઈક ચાલક સાથે થયેલી મારામારી બાદ બે જૂથ આમને સામને આવી ગયા હતા.. પોલીસ સ્ટેશનથી થોડી દૂર જ એક બાઈકમાં આગ ચંપી કરવામાં આવી હતી. આ જૂથ અથડામણ બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે.. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી અને ટોળાને વિખેર્યા હતા. હાલ તો આ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે.

કઠલાલમાં બંને જૂથ વચ્ચે અથડામણની આ ઘટના બની અને પોલીસે હાલ તો સમગ્ર મામલો થાળે પાડ્યો છે. કોઈ પણ વ્યક્તિ કાયદો ભંગ કે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola