Lucknow Building Collapse| લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત
Continues below advertisement
લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં શનિવારે સાંજે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાયેલા આઠ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય 28 લોકો ઘાયલ થયા છે. કોમ્પ્લેક્સમાં ફાર્માસ્યુટિકલ અને એન્જિન ઓઈલ કંપનીઓ સહિત ચાર વેરહાઉસ હતા, જેમાં 30થી વધુ લોકો કામ કરતા હતા. રાત્રે પણ બચાવ કામગીરી ચાલુ રહી હતી.
જો કે આ અકસ્માતમાં ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત હજુ પણ નાજુક હોવાનું કહેવાય છે. જેથી મૃત્યુઆંક વધે તેવી શક્યતાને નકારી ન શકાય રાત્રિ દરમિયાન પણ પોલીસની સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી રહી હતી. જો કે, શું આ બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ ગઈ? આ પ્રશ્ન પર વહીવટીતંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ આસપાસના લોકોના જણાવ્યા મુજબ પાણી ભરાવાને કારણે બિલ્ડિંગનો પાયો નબળો પડી ગયો હતો.
Continues below advertisement