Kheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલો

Continues below advertisement

Kheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલો

ખેડામાં ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવનાર સરકારી શિક્ષકો સાવધાન. ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવનાર સરકારી શિક્ષકો સામે કાર્યવાહી નક્કી. ખેડા જિલ્લા શિક્ષણ વિભાગની કપડવંજમાં તપાસ. અલગ અલગ બે ટીમ બનાવી અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરાઈ. બે જગ્યા પર ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો ટ્યુશન કરતાં ઝડપાયા. કપડવંજ સીએન વિદ્યાલયના શિક્ષક હિતેશ પ્રજાપતિ ઝડપાયા, તો સરદાર પટેલ વિદ્યાલય દાણા સ્કૂલના આચાર્ય હરેશ પટેલ ઝડપાયા. તપાસના અંતે આચાર્ય અને શિક્ષક ગમે ત્યારે સસ્પેન્ડ થઈ શકે છે. ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા પોતાનું પાપ છુપાવવા આચાર્યની ગુંડાગર્દી. ટ્યુશન કરતાં ઝડપાયેલો હરેશ પટેલ નફટાઈ કરી રહ્યો છે સરદાર પટેલ વિદ્યાલયનો આચાર્ય હરેશ પટેલ. ટ્યુશન ક્લાસ કરતાં ઝડપાયેલો એબીપી અસ્મિતાના સંવાદદાતા સાથે વાતચીત દરમિયાન આચાર્ય હરેશભાઈને ગુસ્સો આવી ગયો, પાપ છુપાવા જલ્પેશ પટેલ અમારા સંવાદદાતા એબીપી અસ્મિતાના સંવાદદાતા પર હુમલો કર્યો. જલ્પેશ પટેલનો મોબાઈલ તોડી નાખ્યો. આચાર્યના વેશમાં ગુંડા હરેશે સંવાદદાતા જલ્પેશ પટેલને મારી નાખવાની ધમકી આપી. 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram