પાટણના સંડેરમાં ખોડલધામ મંદિર નિર્માણ પામશે, જુઓ વીડિયો
ઉત્તર ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજનું પ્રથમ ખોડલધામ પાટણના સંડેર ગામ પાસે નિર્માણ પામશે. આજે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ તેમના 20 સભ્યોના ટ્રસ્ટી મંડળ સાથે સંકુલ માટે સૂચિત કરાયેલા સ્થળની મુલાકાત કરશે. આ પહેલા પાટીદાર સમાજની એકતા માટે પાટીદાર સમાજની ટોચની બે ધાર્મિક સંસ્થાઓ ઉમિયાધામ ઊંઝા અને ખોડલધામ કાગવડના ટ્રસ્ટીઓની આજે ઊંઝામાં પ્રથમ વખત ચિંતન બેઠક કરશે.