Kodinar urea shortage | કોડીનારમાં યુરિયા ખાતર માટે લાગી લાઇન, બહેનો પણ ઉમટી

Continues below advertisement

Kodinar urea shortage | આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માં આવેલા ખરીદ વેચાણ સંઘના, જ્યાં છેલ્લા એકાદ મહિનાથી યુરિયા ખાતર ની અછત ના કારણે જ્યારે પણ યુરિયા ખાતરની ગાડી આવે એટલે જાણે નોટ બંધી સમયે નોટો બદલવા માટે લોકો ની કતાર જોવા મળતી તેવા જ દ્રશ્યો ખાતર માટે જોવા મળે છે, જોકે આ દ્રશ્યો માત્ર કોડીનાર પૂરતા નથી પરંતુ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી એટલેકે રવિ પાક ના વાવેતર સમયથી યુરિયા ખાતરની અછત ને લઈ ખેડૂતો ભટકી રહ્યા છે,. શહેરથી ગામડા માં અને ગામડા માથી શહેર માં! જ્યાં ખેડૂતો ને માહિતી મળે કે તુરંત નીકળી જાય અને દિવસભર કતારો માં ઉભા રહેવા મજૂર બને છે, જોકે આખરે દિવસ ભર ભૂખ્યા તરસ્યા રહ્યા બાદ પણ ખાતર ન મળતા આખરે ખેડૂતો થાકી ને ઘરે જતા રહે છે.ગીરમાં છેલ્લા એકાદ મહિનાથી યુરિયા ખાતરની અછત ના કારણે ખેડૂતો દર દર ની ઠોકરો ખાઈ રહ્યા છે તેવા કેટલાક ખેડૂતો હવે ખાતર ની અછત ના કારણે ખાતર ડેપોના ધક્કા ખાય થાકી જતા સરકાર અને મંત્રીઓ પર આક્રોશ ઠાલવી રહ્યા છે, ખેડૂતોના મતે જેમ મતદાન કર્યા વગર મંત્રી ન બની શકાય તેમ ખાતર વગર ઉત્પાદન ન લઈ શકાય માટે કૃષિ મંત્રી ને વિનંતી છે કે ગીર સોમનાથ જિલ્લામાં સર્જાતી યુરિયા ખાતર ની અછત પૂરી કરી અને પૂરતા પ્રમાણમાં જથ્થો આપવામાં આવે જેથી ખેડૂતો પોતાના રવિ પાક નું ઉત્પાદન લઈ શકે છે, કારણ કે એક તરફ કમોસમી વરસાદ ના કારણે પાક ને નુકશાન થયું છે અને વરસાદ બાદ પાક ને પાછો વળવા માટે યુરિયા ખાતર જરૂરિયાત પડતી હોય ત્યારે ખરા સમયે યુરિયા ખાતરની અછત ના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram